હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ
એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ
જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ
એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ
ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ
પલક ઝપકતા વીતી જાશે જીવી લે માત્ર એક ક્ષણ
બદલાય મોસમ બદલાય રસ્તા ના બદલાય કદી આ ક્ષણ
ઘૂઘવાતા આ મહાસાગરમાં તરવા નૌકા છે માત્ર એક ક્ષણ
ક્યારેક મીઠી ક્યારેક તીખી ક્યારેક ખાટી લાગતી આ ક્ષણ
અવિરત અવિનાશી તોયે લાગતી નોખી હર એક ક્ષણ
ક્ષણનો મહિમા ક્ષણની ગરિમા ક્ષણના આ સર્વ લક્ષણ
જાણશે જે સમજશે એ ક્ષણમાં બુદ્ધના હર એક લક્ષણ!
No comments:
Post a Comment